બાળ કાવ્ય સંપદા/દે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
દે

અજ્ઞાત

તારા તારા ! તારા જેવી આંખ દે,
મો૨ મો૨ ! તારા જેવી પાંખ દે.
સૂરજ સૂરજ ! તારા જેવું તેજ દે,
પવન પવન ! તારા જેવો વેગ દે.
કીડી કીડી ! તારા જેવી ખંત દે,
ફૂલ રે ફૂલ ! તારા જેવી સુગંધ દે,
નદી નદી ! તારાં મીઠાં ગીત દે,
બહેની મારી ! મને તારી પ્રીત દે