બાળ કાવ્ય સંપદા/ધરતીમાતાની ધીરજ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ધરતીમાતાની ધીરજ

લેખક : મીનાક્ષી ચંદારાણા
(1959)

શિયાળામાં ટાઢ સહે ને ઉનાળામાં ગ૨મી,
ચોમાસે ઘટ ઘટ ઘટ કરતી અમૃત પીએ ધરણી...

પાનખરમાં સુક્કાં પુષ્પો પર્ણવિહોણી ડાળી,
દેખી કહેતી ગભરાશો મા વસંત હમણાં આવી....

એવામાં તો વસંતરાણી આવે રૂમઝૂમ કરતી,
ધરતીમા કહે ભલે પધાર્યા સમો લીધો તેં વરતી...

ધરતી જેવી ધી૨ ધરે જે અંત૨મન ને તનથી,
કાળ કદી ના શકે હરાવી એને કોઈ ક૨મથી...