zoom in zoom out toggle zoom 

< બાળ કાવ્ય સંપદા

બાળ કાવ્ય સંપદા/તમારા નામનું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
તમારા નામનું

લેખક : મંગળ રાવળ ‘સ્નેહાતુર'
(1959)

તમારા નામનું ઝાડ વાવજો જી રે !
હળવા તે હાથથી ઉગાડજો
તમારા નામનું ઝાડ વાવજો જી રે !

છાણિયું ખાતર નીચે નાખજો જી રે !
સરવરનું નીર નિત સીંચજો
તમારા નામનું ઝાડ વાવજો જી રે !

ચોખા ને કુમકુમથી વધાવજો જી રે !
દીપકથી આરતી ઉતારજો
તમારા નામનું ઝાડ વાવજો જી રે !

આતમથી અધિક એને પાળજો જી રે !
સાચવજો સદાય એનું અંગ જો
તમારા નામનું ઝાડ વાવજો જી રે !

બદલાની ન કદી ઇચ્છા રાખતા જી રે !
જીવતર થશે લીલાલ્હેર જો
તમારા નામનું ઝાડ વાવજો જી રે !

ફળ-ફૂલો ને છાંયડો આપશે જી રે !
કાષ્ટ થઈ થશે અંતે રાખ જો
તમારા નામનું ઝાડ વાવજો જી રે !