બાળ કાવ્ય સંપદા/નામ શું તારું
Jump to navigation
Jump to search
નામ શું તારું
લેખક : ઉમાશંકર જોશી
(1911-1988)
નામ શું તારું?
અંજુમંજુ નીનામીના રુચિરશિશિર રાહુલમેહુલ
કેરુલ મારું નામ.
ગામ શું તારું ?
અલકાપુરી મલકાપુરી રૂપનગરિયા રંગનગરિયા
દુનિયા આખી દુનિયા મારું ગામ.
કામ શું તારું ?
કૂદંકૂદા દોડમદોડી પકડાપકડી કુસ્તીમસ્તી ધમ્માચકડી
ગાવુંરમવું રમવુંગાવું એસ્તો મારું કામ.
ધામ શું તારું ?
ગમ્મતવાડી રમ્મતવાડી ગીતવાડી પ્રીતવાડી
આનંદ બસ આનંદ બસ આનંદ મારું ધામ.