બાળ કાવ્ય સંપદા/નવાં ફોરાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
નવાં ફોરાં

લેખક : ઉમાશંકર જોશી
(1911-1988)

આભથી વરસે
નવાં ફોરાં.
આવો ઓરાં
ગામનાં છોરાં,
ઝીલો ફોરાં.
બની જશો સૌ
ગોરાં ગોરાં.
વરસી ચાલ્યાં
નવાં ફોરાં.
ગામનાં છોરાં,
કોણ રહી ગ્યાં
કોરાં કોરાં !