બાળ કાવ્ય સંપદા/ના મળશે જળની પ્યાલી

ના મળશે જળની પ્યાલી

લેખક : વિનોદ જાની
(1935)

હવા ને પાણી મફત આપીને,
પ્રભુએ કીધી મહેર,
આંખ મીંચીને સૌ વાપરીએ,

કરીએ લીલાલ્હે૨
૧.



નહાવા-ધોવા ભલે વાપરીએ,
ખોટું ના વેડફીએ,
ફસલને પણ જરૂર ખાસ્સી,

બચત કરતાં શીખીએ.
૨.



ટીપે-ટીપે સર ભરાય ને,
ટીપે-ટીપે ખાલી,
નળ ટપકતો રહેશે તો તો,

મળે ન જળની પ્યાલી.
૩.



કાળજી રાખી સાચવીએ ને
જરૂર જેટલું લઈએ,
અમૂલ્ય ચીજ છે સૌ જીવોની,

સતત જાગૃત રહીએ.
૪.