બાળ કાવ્ય સંપદા/રેતી
Jump to navigation
Jump to search
રેતી
લેખક : વિનોદ જાની
(1935)
નદી-પટે કેવી પથરાઈ
જોને મજાની રેતી !
પર્વત-પથ્થર અથડાઈને
બની હશે શું રેતી !
સવારના સૂરજનાં કિરણો
ચમકી ઊઠે રેતી.
તડકામાં કૈં આભાસી જળ
બતાવી છેતરે રેતી.
નાનાં નાનાં ભૂલકાં આવી
૨મે ખોબલે રેતી.
વળી બનાવે માળો પગ પર
થાબડતા લૈ રેતી.
વ્હેળો ઊંડો બનાવવાને
ખસેડતી બ્હેનો રેતી.
મકાન માટે ખાસ જરૂરી
ઉપયોગી છે રેતી.
ફરવા આવે નગરજનો જ્યાં
આદર દેતી રેતી.
ઝીણી-મોટી ભલે રહી પણ
આકર્ષે છે રેતી.