બાળ કાવ્ય સંપદા/મોરલો નાચે
Jump to navigation
Jump to search
મોરલા નાચે
લેખક : ત્રિવેણી પંડ્યા
(1960)
રૂમઝૂમ કરતા નાચે, આ મોરલા રૂમઝૂમ નાચે;
વનવગડામાં રાચે, આ મોરલા રૂમઝૂમ નાચે.
રંગબેરંગી પીંછાં ફેલાવે,
ડગમગ ડગમગ ડોક ડોલાવે;
માથા પર કલગી સોહે, આ મોરલા રૂમઝૂમ નાચે.
તનડું ડોલાવે ને મનડું લોભાવે,
ટેંહુક-ટેંહુક કરી શોર મચાવે;
કળા કરી આનંદ છલકાવે, આ મોરલા રૂમઝૂમ નાચે.
ગોળ ગોળ ઘૂમે ને ચારેકોર ઘૂમે;
મસ્તીમાં મસ્ત થૈ, ઢેલ સંગ ઝૂમે;
નાચે ને સૌને નચાવે, આ મોરલા રૂમઝૂમ નાચે.