બાળ કાવ્ય સંપદા/પાણી ચારેકોર
Jump to navigation
Jump to search
પાણી ચારેકોર
લેખક : કાન્તિ કડિયા
(1950)
પાણી પાણી પાણી બાપુ... પાણી ચારેકોર
જો ને, પેલો મેહુલિયો તો કરતો કેવું જો૨ !
છલ છલોછલ છલકે કેવાં
નદીઓ કેરાં નીર,
ફાટું ફાટું વાદળ જોઈ,
થરથર થાય શરીર.
ઊંચી ડુંગર-ટોચે બેસી ગહેકે મીઠા મો૨,
મેહુલિયાને એથી તો ભઈ મળતો છૂટો દોર.
લોક પલળતાં, ઢોર પલળતાં
મકાન ઊભાં ન્હાતાં,
પંખીડાં તો ગુપચુપ ગુપચુપ
ઝાડ ગીતડાં ગાતાં !
સૂરજદાદા ૨જા ઉ૫૨ છે ? દેખાયે ના કોર,
એથી ઓલાં ડ્રાંઉં ડ્રાંઉં તો મચવે શોરબકો૨.