બાળ કાવ્ય સંપદા/પૂજાનાં ફૂલ
Jump to navigation
Jump to search
પૂજાનાં ફૂલ
લેખક : ‘સ્નેહરશ્મિ’ ઝીણાભાઈ રતનજી દેસાઈ
(1903-1991)
મંદિર તારે ગમે આવવું
લઈ પૂજાનાં ફૂલ,
સવાર સાંજે ચરણે તારે
ભેટ ધરું અણમૂલ !
અહો ! અહો ! આ હાથ મારા,
તારી પૂજાનાં ફૂલ !
દેવ ઓહો ! આ ચરણો મારા,
તારી પૂજાનાં ફૂલ !
અહો ! અહો ! આ આંખો મારી,
તારી પૂજાનાં ફૂલ !
દેવ, અહો ! આ નાક મારું,
તારી પૂજાનું ફૂલ !
અહો ! અહો ! આ કાન મારા,
તારી પૂજાનાં ફૂલ !
દેવ, અહો ! આ જીભ મારી,
તારી પૂજાનું ફૂલ !
અહો ! અહો ! આ હૈયું મારું,
તારી પૂજાનાં ફૂલ !
નાનકડી આ કાયા મારી,
તારી પૂજાનું ફૂલ !
અહો ! અહો ! આ વાણી મારી,
તારી પૂજાનું ફૂલ !
દેવ, અહો ! આ ગીત મારાં,
તારી પૂજાનાં ફૂલ !
દેવ, તારી પૂજાનાં ફૂલ –
ગીત મારાં તારી પૂજાનાં ફૂલ !