લેખક : સોમાભાઈ ભાવસાર
(1911-1984)
મોગરાનાં ફૂલ, મોગરાનાં ફૂલ
ધોળાં ધોળાં પેલાં મોગરાનાં ફૂલ !
ચંપાનાં ફૂલ, ચંપાનાં ફૂલ,
આછાં પીળાં પેલાં ચંપાનાં ફૂલ !
ગુલાબનાં ફૂલ, ગુલાબનાં ફૂલ,
લાલ ગુલાબી પેલાં ગુલાબનાં ફૂલ !
કરેણનાં ફૂલ, કરેણનાં ફૂલ,
રાતાં પીળુડાં પેલાં કરેણનાં ફૂલ !