zoom in zoom out toggle zoom 

< બાળ કાવ્ય સંપદા

બાળ કાવ્ય સંપદા/ઝરણું (૩)

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ઝરણું

લેખક : લેખક : હસમુખ શાહ 'બેઝાર'
(1945)

કલકલ કલકલ વહેતું ઝરણું,
ડુંગરની ટોચે રહેતું ઝરણું,
છલોછલ છલકાતું ઝરણું,
ગામને ગોંદરે ગાતું ઝરણું.

વન-વગડામાં મ્હાલે ઝરણું,
ઠુમ્મક ઠુમ્મક ચાલે ઝરણું.
વાદળી છાંટની છાયલ ઝરણું,
વીજળીની વાજતી પાયલ ઝરણું.

ચાંદની રાતનું ઘેલું ઝરણું,
અલકમલકનું અલબેલું ઝરણું
તારાના તેજે દમકે ઝરણું,
ઝાકળનાં બુંદે છલકે ઝરણું.

વાટ વળાંકે વળતું ઝરણું,
શમણાંમાં આવી મળતું ઝરણું.
ઝિલમિલ જળની જાજમ ઝરણું,
અડૂકદડૂકની આલમ ઝરણું.