બાળ કાવ્ય સંપદા/ફરફરિયું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ફરફરિયું

લેખક : રક્ષાબહેન પ્ર. દવે
(1946)

ફરફર, ફરફર, ફર ફરફરિયું
ફરફર, ફરફર, ફરે.
પવન વીંજણો વીંઝે, રસ્તે રસ્તે સાંજે,
લઈને નીસરું ફરવા ત્યારે
સૌનાં મનડાં હરે.
- ફરફર ફરફર ફરે...

એક પાંખિયું રાતું, એક પાંખિયું પીળું,
રાતા પીળા પંખા મોટા
મીંડાં થઈ તરવરે.
- ફરફર ફરફર ફરે...

બારીમાં મેં બાંધ્યું, અધરોધર મેં ટાંગ્યું,
કાબરકૂબર ચકલાં પોપટ
જોવા આવ્યા કરે.
- ફરફર ફરફર ફરે...

કાંઈ નહીં ખાવા માગે,
એ કાંઈ નહીં પીવા માગે,
એ રાત ને દહાડો ફરતું ફરતું
પવનને બસ ચરે.
- ફરફર ફરફર ફરે...