બાળ કાવ્ય સંપદા/ફૂદરડી
ફુદરડી
લેખક : ત્રિભુવન વ્યાસ
(1888-1975)
ફરો ફરોને છોકરાં ફુદરડી
જેમ ફરે ઉંદરડા ઉંદરડી. ફરો૦
ફરે ચાંદો સૂરજ બે ઉંદરડા,
પેલા તારલિયા સહુ ઉંદરડી. ફરો૦
ફરે દિવસો તે ધોળા ઉંદરડા,
પેલી રાત રૂપાળી ઉંદરડી. ફરો૦
ફરે મેહુલો મોટો ઉંદરડો,
પેલી વાદળીઓ સૌ ઉંદરડી. ફરો૦
ફરે ઈશ્વર જો થઈ ઉંદરડો
તો દુનિયા થઈ જાય ઉંદરડી ! ફરો૦