બાળ કાવ્ય સંપદા/ફોરાં

ફોરાં

લેખક : પિનાકીન ઠાકોર
(1916-1995)

ફોરાં વ૨સે છે આજ
વસે છે ફોરાં,
ઝીલવા આવ્યાં જો
કેટલાંય છોરાં
ફોરાં વ૨સે આજ વરસે ફોરાં.
શેરીમાં સામટાં
થાય બધાં એકઠાં,
દોડે કૂદે ને ગાય
ગીતો વરસાદનાં,
બોલાવે બા, તોય
સાંભળે એ સાદ ના;
કાલું કાણું ગાતાં ને
નાચતાં ને ન્હાતાં;
ઊંચે જુએ તો વળી
નીચાંયે જાય લળી;
જોતાં ચોમેર જાય,
ધરતી આકાશ થાય !
કેવાં ગોરાં !
ફોરાં વ૨સે આજ વરસે ફોરાં.