zoom in zoom out toggle zoom 

< બાળ કાવ્ય સંપદા

બાળ કાવ્ય સંપદા/ગમે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ગમે

લેખક : વિરંચિ ત્રિવેદી
(1947)

મને ભોળાં ભૂલકાં સાથે રમવું ગમે
મને કુદરતના ખોળે ભમવું ગમે...

પેલાં પંખીડાં આભમાં જાય દૂર... દૂર...
મને એમની સંગાથે ઊડવું ગમે.

પેલા ગાતાં ઝરણાંને જોઈ થાય મનમાં
મને એના જેવું ખળખળવું ગમે...

ખરે ઊંચેરા આભથી ફ.. ફર... ફોરાં
મને મસ્તીમાં સંગે પલળવું ગમે...

નભે વાદળનાં ગાભલાં પથરાયાં જોઈ
ખાઈ ગોઠીમડાં એમાં ગબડવું ગમે...

પેલો કળા કરંત મોર નાચતો જોઈ
પગ ઠેકી સંગાથે મને નાચવું ગમે...

પેલાં પારેવાં સંતાઈ ઘૂ.. ઘૂ.. કરે
એના તાલે તાલે મને ગુંજવું ગમે.

પેલા વગડામાં કોયલ કુહૂ... કૂ... કરે
મને એની સંગાથે કુંજવું ગમે...