zoom in zoom out toggle zoom 

< બાળ કાવ્ય સંપદા

બાળ કાવ્ય સંપદા/બનું !

From Ekatra Wiki
Jump to navigation Jump to search
બનું !

લેખક : હેમેન શાહ
(1957)

કાગળના પ્લેનનો પાઈલટ બનું
કોઈ ચીતરેલા વહાણનો ખલાસી,
શાવરની નીચે હું મહેફિલ જમાવીને
ગાતો રહું ભીમપલાસી.
ઘરની આ ગલીઓમાં લાઈસન્સ વગર
હું મસ્તીથી મોટર ચલાવું,
કોઈ ના હોય ત્યારે ડાઈનિંગ ટેબલની ઉપર
કેટલાયે ઘોડા દોડાવું.
દીવાલો પહાડ અને છતનું આકાશ હોય
એવા મુલકનો રહેવાસી.
નાટક કરવું એ તો ખાવાનો ખેલ
હસું કે કરું હું મોઢું વીલું,
આયનાને સ્ટાઈલથી મારું સલામ
અને સામી સલામ એની ઝીલું,
પહેલાં બનું હું અકડતો ‘બોસ’
પછી બનતો ગભરાતો ચપરાસી.