લેખક : રાજેન્દ્ર શાહ
(1913-2010)
બે’ન મારી લાડકી
પીએ દૂધ વાડકી,
દૂધમાં ઈલાયચી.
રાજી રાજી થાય જી.
ઘુઘરિયાળું પારણું,
મા લે મીઠું વારણું,
હળવેથી હીંચવતી જાય,
નીંદરનાં હાલરડાં ગાય.
ઊંયે નહિ, ને ચૂંયે નહિ,
બાજી તો રમવાની રહી.
રણકે ઝૂલતો ઝૂલો,
મને મળે માનો ખોળો.