બાળ કાવ્ય સંપદા/મઘમઘતાં ફૂલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મઘમઘતાં ફૂલ

લેખક : જયંતીલાલ દવે
(1932)

અમે જગની ફૂલવાડીનાં મઘમઘતાં ફૂલ !
અમે મ્હેકીને મ્હેકાવ્યાં માનવનાં કુળ !
અમે જગની ફૂલવાડીનાં મઘમઘતાં ફૂલ !

અમે આવ્યાં ને લાવ્યાં ઘરઘરમાં ઉમંગ,
અમે ઉરઉરમાં રેલાવશું શૈશવના રંગ;
અમે મનમોજી મસ્તીમાં રહીએ મશગૂલ,
અમે જગની ફૂલવાડીનાં મઘમઘતાં ફૂલ !

અમે અવનીને આંગણિયે કરશું કલ્લોલ,
અમે મોંઘી માનવતાને કરશું તરબોળ;
અમે ઝૂલવશું ઝગમગતી મમતાની ઝૂલ,
અમે જગની ફૂલવાડીનાં મઘમઘતાં ફૂલ !
મઘમઘતાં ફૂલ ! મઘમઘતાં ફૂલ, મઘમઘતાં ફૂલ !
અમે જગની ફૂલવાડીનાં—