બાળ કાવ્ય સંપદા/મને ચડે છે ઘેન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
મને ચડે છે ઘેન

લેખક : જિગર જોષી ‘પ્રેમ’
(1987)

જ્યારે જ્યારે હાથમાં લઉં છું પાટી દફ્તર પેન
સાચું કહું છું સાચું કહું છું મને ચડે છે ઘેન

કક્કાના અક્ષરમાં દેખાતું ટીચરનું મોઢું
દફ્તરને હું શાલ ગણીને વારેઘડીએ ઓઢું

આંખોમાંથી ધસમસતી આવે આંસુની ટ્રેન
પાટી દફ્તર પેન મૂકી દઉં તો જ પડે છે ચેન

પચાસ માળના ફ્લૅટ બરાબર જાણે ABCD
નાના નાના પગ મારા હું કેમ ચઢું આ સીડી.