બાળ કાવ્ય સંપદા/મળવા જઈએ
Jump to navigation
Jump to search
મળવા જઈએ
લેખક : રેખા ભટ્ટ
(1960)
ચાલ, નદીને મળવા જઈએ,
કલકલ કરતાં ઝરણાંશાં,
ખળખળ-ખળખળ વહેતાં જઈએ.
ચાલ, જંગલને મળવા જઈએ,
ઊડાઊડ કરતાં પંખીશાં,
કલબલ-કલબલ કરતાં જઈએ,
ચાલ, ડુંગરને મળવા જઈએ,
વાંકીચૂંકી કેડીશાં,
સળવળ-સળવળ કરતાં જઈએ,
ચાલ, દરિયાને મળવા જઈએ,
ઊછળતી આ હોડીશાં,
હાલકડોલક હાલકડોલક કરતાં જઈએ,
બહેની ચાલોને ! હાથ ઝાલીને,
ઊડતાં આ પતંગિયાંશાં,
મન ચાહે, ત્યાં ફરવા જઈએ.