બાળ કાવ્ય સંપદા/મળ્યું મને રમકડાનું ગાણું
મળ્યું મને રમકડાનું ગાણું
લેખક : ભૂપેન્દ્ર વ્યાસ ‘રંજ’
(1947)
મળ્યું મને રમકડાનું ગાણું,
અજબ રમકડું
ને ગજબ એનું ગાણું
...મળ્યું મને
મોગરીની દોરીથી
ગાજરનો ભમરડો
ઘરરર ઘુમાવી જાણું
....મળ્યું મને
કાકડીના ડંડાથી
મૂળાની મોઈને
અધ્ધર ધર ઉછાળી જાણું
....મળ્યું મને
તરબૂચના ઘુમ્મટ પર
અનનાસી શિખરે
પાંદડાની ધજા ફરકાવું
...મળ્યું મને