બાળ કાવ્ય સંપદા/વૃક્ષો છે વહાલાં
Jump to navigation
Jump to search
વૃક્ષો છે વહાલાં
લેખક : ભૂપેન્દ્ર વ્યાસ ‘રંજ'
(1947)
છેદો ના વૃક્ષોના ડાળા,
ડાળો પર પંખીના માળા,
ગાતાં એ આનંદે ગાણાં,
વૃક્ષો છે વહાલાં.
આપે છે ફળફૂલો સારાં,
વૃક્ષો છે કેવાં હરિયાળાં !
કરતાં એ સૌને હરિયાળાં !
વૃક્ષો છે વહાલાં.
ડાળડાળ પળમાં ચઢનારાં,
કૂદી કૂદી નીચે પડનારાં,
અમે બાળ ડાળે ઝૂલનારાં,
વૃક્ષો છે વહાલાં.
વૃક્ષોને પાઈએ જલધારા,
વરસાવે વૃક્ષો જલધારા,
નવડાવે અમને જલધારા,
વૃક્ષો છે વહાલાં.