બાળ કાવ્ય સંપદા/મારી પુરી ...
Jump to navigation
Jump to search
મારી પુરી ...
લેખક : ભારતીબહેન જી. બોરડ
(1969)
(૧) બા વણે ગોળ પુરી ,
મેં વણી લંબગોળ,
મારી એ પુરીમાં બા
થાતી ઓળઘોળ .
(૨) દાદી વણે ગોળ પુરી ,
મેં વણી ચોરસ ,
તોય દાદી કહે : આ છે
સરસ સરસ સરસ .
(૩) કાકી વણે ગોળ પુરી ,
મેં વણી લંબચોરસ ,
તોય કાકી કહે : આ તો
ખાતાં લાગશે સરસ.
(૪) માસી વણે ગોળ પુરી ,
મેં વણી ત્રિકોણ,
તોય માસી કહે : આના
સરસ બન્યા ત્રણ કોણ.
(૫) ફઈ વણે ગોળ પુરી ,
મેં વણી પંચકોણ,
તોય ફઈ કહે : આનો
પહેલો નંબર ઓણ !