બાળ કાવ્ય સંપદા/હું રવિવારનો રાજા !
Jump to navigation
Jump to search
હું રવિવારનો રાજા !
લેખક : ભારતીબહેન જી. બોરડ
(1969)
હું રવિવારનો રાજા,
ને ધમાલનો મહારાજા,
માનો કે ના માનો હું છું
બળિયો બાળરાજા !
(૧) આજ અમોને જગાડશો ના વહેલાં,
પૂરાં જોશું સપનાં કાલાંઘેલાં,
ના ન્હાવું , ના બૂટમોજાં,
ના પહેરવા વસ્ત્રો જાજાં !
હું રવિવારનો રાજા ...
(૨) આજ પલાંઠી , અદબ નહીં હું વાળુ,
આજ મજાની પાંખ બે મારી ભાળું,
ઝાડે , વાડેથી તોડીને
લાવું ફળફૂલ તાઝાં !
હું રવિવારનો રાજા...
(૩) આજે ઝટઝટ ના પીવું , ના ખાવું ,
દફતરને હું મેઘધનુષ બનાવું,
વરસું , ગરજું, નાચું, ગાઉં
ખોલીને દરવાજા !
હું રવિવારનો રાજા ...