બાળ કાવ્ય સંપદા/મીઠાં બોર
મીઠાં બોર
લેખક : જુગતરામ દવે
(1892-1985)
મારાં મીઠાંમધ બોર
રામ તમે આરોગો.
મારાં ચાખેલાં મોંઘાં બોર – રામ તમે...
એક વનમાં વસે ભીલ નાર રે – રામ તમે...
એક રામનો એને આધાર રે – રામ તમે...
એનું શબરી છે નામ નિરધાર રે – રામ તમે...