બાળ કાવ્ય સંપદા/મોગરાની માળ
Jump to navigation
Jump to search
મોગરાની માળ
લેખક : દેશળજી પરમાર
(1894-1966)
મોગરાની માળ, મારી મોગરાની માળ,
નાની રસાળ, મારી મોગરાની માળ.
બહેને વીણેલ કળી
બાએ ગૂંથેલ વળી
કંઠે લટકંત મારી મોગરાની માળ,
મોગરાની માળ, મારી મોગરાની માળ
આમ ફરે, તેમ ફરે,
ચકર ચકર ફૂદડી લે.
તૂટી તૂટી શું મારી મોગરાની માળ,
દેવ તણે ચરણે મારી મોગરાની માળ.