બાળ કાવ્ય સંપદા/મેહૂલિયો

મેહુલિયો

લેખક : જનક દવે
(1930)

આયો મેહુલિયો આયો, અમ આંગણિયે રેલાયો રે...(2)

છબ છબ કરીએ, થપ થપ કરીએ
ઝરમર ફોરાં ઝીલીએ રે, (2)
આયો મેહુલિયો (2)

ઝટપટ દોડીએ ને પડીએ આખડીએ
શેરીઓની નદીઓમાં ઘૂમીએ રે, (2)
આયો મેહુલિયો (2)

છાપાંઓ કાપીએ, ને હોડી બનાવીએ,
વહેતાં પાણીમાં એને છાંડીએ રે, (2)
આયો મેહુલિયો (2)