બાળ કાવ્ય સંપદા/દાદાજીની મૂછ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
દાદાજીની મૂછ

લેખક : રવીન્દ્ર ઠાકોર
(1928)

દાદાજીની મૂછ !
જાણે બકરીબાઈની પૂછ,
ધોળી ધોળી રૂની પૂણી
રેશમ શી રૂપાળી.
અડકે મારા ગાલને ત્યારે
લાગે એ સુંવાળી.
મને થતું કે કેમ મળી ના
મનેય આવી મૂછ ?
દાદા દૂધ પીએ ત્યારે એ
નટખટ પણ દૂધ પીએ.
દાદા વ્હાલ વરસે ત્યારે જો
મીઠું હસી એ ઝૂલે.
‘લાવ જરા, રૂમાલ તું તારો
તોફાની, આ લૂછ.’
દોડું, લૂછું તાણોવાણો
હુંય એનો રે ગૂંથું
દીવેટ કરતી હોઉં હું જાણે
એમ એને હું ચૂંથું
તોય હસે એ, દાદા હસતા,
વિસાત ના હોય કુછ.