zoom in zoom out toggle zoom 

< બાળ કાવ્ય સંપદા

બાળ કાવ્ય સંપદા/વરસે વરસાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
વરસે વરસાદ

લેખક : રામુ પટેલ ‘ડરણકર'
(1954)

વરસે વરસાદ આજ ટપક ટપક !
છોકરાંઓ ઝીલે એને લપક લપક !
વાદળીઓ દોડે ખુલ્લા આકાશમાં,
ઝાલું ઝાલું ને થાય છટક છટક !
પડે વરસાદ જો ધોધમાર ધોધમાર,
ફોરાં વાગે ત્યારે ચટક ચટક !
ખુલ્લા મોઢામાં ફોરાંઓ પડતાં,
પાણી પીએ સૌ ઘટક ઘટક !
પાણીમાં છબ..છબ પાણીમાં ધબ..ધબ,
મમ્મી લઢે તો આંખ ડબક ડબક !
જાવું નિશાળ મારે આવજે કાલે,
આજે તો આટલેથી અટક અટક !