બાળ કાવ્ય સંપદા/વા પવન વા
Jump to navigation
Jump to search
વા પવન વા
લેખક : જુગતરામ દવે
(1892-1985)
વા પવન વા, વા પવન વા,
ઝોલે ચડે મારી ફૂલવેલ આ !
વા પવન વા,
વા પવન વા,
ઊંચે ઊડે પેલા કનકવા !
વા પવન વા,
વા પવન વા,
ધીરાં મધુર ગીત ભરતીનાં ગા !