બાળ કાવ્ય સંપદા/સરિતા

સરિતા

લેખક : નરેન્દ્ર શાહ
(1938-2023)

સરિતા વહેતી-વહેતી આવે,
સરિતા શીતળ જળ લાવે.
સરિતા એક સ્થળે ના રહે,
સરિતા ખળખળ વહેતી આવે.
સરિતા વહેતી... વહેતી...આવે

સરિતા ક્યાંય કદી ના રોકાય,
સરિતા ઝટઝટ વહેતી આવે.
સરિતા અજાણી વાટે વહે,
સરિતા ફરતી ફરતી આવે.
સરિતા વહેતી... વહેતી...આવે.

સરિતા રોકી ના રોકાય,
સરિતા પર્વત છોડી આવે.
સરિતા કંકરેતી લાવે,
સરિતા ગીત ગાતી આવે.
સરિતા વહેતી... વહેતી...આવે

સરિતા કાંપ ઘસડી લાવે,
સરિતા ફળદ્રુપ મેદાન બનાવે.
સરિતા સારો પાક અપાવે,
સરિતા દેશને સમૃદ્ધ બનાવે.
સરિતા વહેતી... વહેતી...આવે