zoom in zoom out toggle zoom 

< બાળ કાવ્ય સંપદા

બાળ કાવ્ય સંપદા/હું તો ચાલું મારી જેમ !

From Ekatra Wiki
Jump to navigation Jump to search
હું તો ચાલું મારી જેમ !

લેખક : ચંદ્રકાન્ત શેઠ
(1938-2024)

પપ્પા ચાલે સાવજ જેમ,
કાકા ચાલે કૂકડા જેમ,
મમ્મી ચાલે ઝરમર જેમ,
હું તો ચાલું મારી જેમ !

મામા ચાલે હાથી જેમ,
માસા ચાલે મર્કટ જેમ,
બાંધવ ચાલે કલકલ જેમ,
હું તો ચાલું મારી જેમ !

ઉમેશ ચાલે ઊંટની જેમ,
સુરેશ ચાલે સસલા જેમ,
બ્હેની ચાલે ફરફર જેમ,
હું તો ચાલું મારી જેમ !

બીના ચાલે બિલ્લી જેમ,
હીરા ચાલે હંસી જેમ,
ઈશ્વર ચાલે સૌની જેમ,
હું તો ચાલું મારી જેમ !