બાળ કાવ્ય સંપદા/સાત માળની બસ
Jump to navigation
Jump to search
સાત માળની બસ
લેખક : રમેશ ત્રિવેદી
(1941)
કેવી મોટી બસ ! !
અમારી સાત માળની બસ !
બસ તો ઊડે ઘરરર ઊંચે
ફરરર કરતી આભે પૂગે
ચાંદા-સૂરજ ટમકે તારા
બોલાવે એ મૂંગે મૂંગે
હસી હસીને કેવા કે'તા : હસ !
અમારી સાત માળની બસ !
બસમાં હાથી-ઉંદર બેઠા,
સિંહની પૂંઠે શિયાળ પેઠાં,
ભાત-ભાતનાં પંખી આવી
ના ઓરાં, ના છેટાં બેઠાં.
વિમાન જોઈ કે'તા કેવાં : ખસ !
અમારી સાત માળની બસ !
રંગ રંગનાં ઊડે વાદળ
રંગ-રંગના ઝૂલે કેવા પુલ !
રંગ-ફુવારી ઝીલતાં ઝીલતાં
થઈએ કેવાં રાતાં ફૂલ !