બાળ કાવ્ય સંપદા/સૌથી સારું કોણ ?
Jump to navigation
Jump to search
સૌથી સારું કોણ ?
લેખક : અમૃતલાલ પારેખ
(1904-1990)
સૌથી મોંઘું મૂલ કોનું ? વીરાનું કે હીરાનું ?
વીરાનું ભાઈ ! વીરાનું !
સૌથી કોમળ હૈયું કોનું ? બહેનીનું કે વનહરણીનું ?
બહેનીનું ભાઈ ! બહેનીનું !
સૌથી મીઠી મહેક કોની ? માડીની કે ફૂલવાડીની ?
માડીની ભાઈ ! માડીની !
સૌથી ઊજળાં તેજ કોનાં ? પિતાનાં કે સવિતાનાં ?
પિતાનાં ભાઈ ! પિતાનાં !
સૌથી બહોળું દિલ કોનું ? દાદાનું કે દરિયાનું ?
દાદાનું ભાઈ ! દાદાનું !
સૌથી સુંદર મુખડું કોનું ? ચંદાનું કે બંદાનું ?
બંદાનું ભાઈ ! બંદાનું !