બાળ કાવ્ય સંપદા/હાથીભાઈને મોજ
Jump to navigation
Jump to search
હાથીભાઈને મોજ
લેખક : કિરીટ ગોસ્વામી
(1975)
આ હાથીભાઈને મોજ !
ના સ્કૂલ જવાની ચિંતા, ના હોમવર્કનો બોજ !
જંગલ જંગલ ફરવાનું ને ઘાસ લીલુંછમ ચરવાનું,
ના મમ્મીની રોક-ટોક કે ના પપ્પાથી ડરવાનું !
ના સ્પેલિંગ પાક્કા કરવાના, નહિ લખવાની નોટ,
તોય કદી ક્યાં કોઈ કહે છે હાથીભાઈને ઠોઠ ?
-ને હું મસ્તી સ્હેજ કરું તો ટીચ૨ ખીજે રોજ !
આ હાથીભાઈને સૂંઢ ફુવારો, મને બાલદી કાં નાની ?
તળાવ આખ્યું ડ્હોળે તોયે કોઈ કહે ના તોફાની !
ફાવે ત્યારે રમી શકે એ ફાવે તેવી ગેમ,
મનેય થોડું જીવવા દો ને, હાથીભાઈની જેમ !
પીછો કાં ના છોડે, દફ્ત૨ ને નોટોની ફોજ ?
આ હાથીભાઈને મોજ...