બાળ કાવ્ય સંપદા/ચકલી ચણતી ચણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ચકલી ચણતી ચણ

લેખક : સંજય બાપોદરિયા ‘સંગી'
(1977)

ચકચક ચકલી ચણતી ચણ, કીડીબહેન લઈ ચાલ્યાં કણ,
હાથીભાઈ તો જમતા મણ, ચારો ચરવા ચાલ્યું પણ,
બંદરભાઈ ના માથું ખણ, ચકચક ચકલી ચણતી ચણ.

ખેડૂતભાઈ તું ડૂંડાં લણ, વણકરભાઈ તું કાપડ વણ,
લુહાર ઘમઘમ મારે ઘણ, કંસારા તું ઘડ વાસણ,
કામે ઊપડ્યું દરેક જણ, ચકચક ચકલી ચણતી ચણ.

એક, બે ને પાછળ ત્રણ, ભઈલા તું લખોટી ગણ,
શાળાએ જીવ દઈને ભણ, જીવનનું છે એ માખણ,
સાંજે ૨મજે તું આંગણ, ચકચક ચકલી ચણતી ચણ.