બાળ કાવ્ય સંપદા/હું તો જાઉં
Jump to navigation
Jump to search
હું તો જાઉં
લેખક : પ્રીતમલાલ મજમુદાર
(1900-1991)
હું તો જાઉં જાઉં કરું,
મારી સંગ નાવે કોઈ,
સંગ નાવે કોઈ,
બધાં ઊભાં રહે જોઈ...... હું તો...
ઊભાં રહે જોઈ,
હું તો એકલો સિધાવું;
એકલો સિધાવું,
જઈને જંગલ વસાવું........હું તો...
જંગલ વસાવું.
મીંઢા પથ્થર હસાવું;
પથ્થર હસાવું,
નવી નદીઓ વહાવું... હું તો...
નદીઓ વહાવું,
નવાં તીરથ જગાવું,
તીરથ જગાવું,
ભગીરથ બની જાઉં... હું તો...