બાળ કાવ્ય સંપદા/હું ફૂલપરી મજાની
Jump to navigation
Jump to search
હું ફૂલપરી મજાની
લેખક : મણિલાલ શ્રીમાળી ‘મિલન’
(1957)
વન-ઉપવનથી ઊતરી આવું... હું ફૂલપરી મજાની
ફૂલડાં જેવાં ભૂલકાંને હું નિજ સપનાંમાં આવું,
રંગબેરંગી ફૂલડાંની સુવાસ મજાની લાવું,
મારી પાંખે બેસાડી હું દરિયો પાર કરાવું,
ઊંચે ઊંચે ઊડી ઊડી ગગન સેર કરાવું,
ફૂલોનો શણગાર સજી તમને બાગે દોડાવું,
વિવિધ રંગી પતંગિયાંની પાંખો હું પકડાવું,
રાતે મીઠી નીંદરમાં હું સપનાં મીઠાં બતાવું,
સવારમાં ઊઠો તે પે’લાં છૂમંતર થઈ જાવું