બાળ કાવ્ય સંપદા/હોડી હોડી
હોડી હોડી
લેખક : પિનાકીન ત્રિવેદી
(1910-1988)
ચાલો ને, રમીએ હોડી હોડી.
વરસ્યો વ૨સાદ ખૂબ આજે મુશળધાર,
ઝરણાં નાનાં જાય દોડી દોડી... ચાલોને…
બાપુનાં છાપાં નક્કામાં થોથાં,
કાપીકૂપીને કરીએ હોડી... ચાલોને…
સાદી સઢવાળી, નાની ને મોટી
મૂકીએ પવનમાં છોડી. છોડી... ચાલોને…
ખાલી રાખેલી ઊંધી વળે તો,
પાંદડાં ને ફૂલ ભરું તોડી તોડી... ચાલોને…
જાશે દરિયાપા૨ પરીઓના દેશમાં
સૌથી પહેલાં દોસ્ત મારી હોડી... ચાલોને…