zoom in zoom out toggle zoom 

< બાળ કાવ્ય સંપદા

બાળ કાવ્ય સંપદા/હોળી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
હોળી

લેખક : સોમાભાઈ ભાવસાર
(1911-1984)

રંગ લ્યો ને, રંગ લ્યો ને, હોળીનો રંગ લ્યો ને !
જીવનને રંગે ભરી દ્યો ને, હોળીનો રંગ લ્યો ને !

વગડે તો ફૂલડાંનાં લૂમખેલૂમખાં,
આંબે મંજરીઓનાં ઝૂમખેઝૂમખાં,

ચલો કુદરતનો સાજ પે'રી લ્યો ને, હોળીનો રંગ લ્યો ને !
રંગ લ્યો ને, રંગ લ્યો ને, હોળીનો રંગ લ્યો ને !

કરતી કલ્લોલ જુઓ પંખીની સેના,
ટહુકે કોયલ, બોલે પોપટ ને મેના,

કોઈ એને જઈ વાત એ કહો ને, હોળીનો રંગ લ્યો ને !
રંગ લ્યો ને, રંગ લ્યો ને, હોળીનો રંગ લ્યો ને !

શેરીમાં ફરતી'તી વાનરની ટોળી,
જઈને પિચકારીએ રંગ લે ઘોળી,

કહે હોળીનો પૈસો દ્યો ને, હોળીનો રંગ લ્યો ને !
રંગ લ્યો ને, રંગ લ્યો ને, હોળીનો રંગ લ્યો ને !