ભરત વિંઝુડાની ગઝલસંપદા/જાઉં કે નહીં?
Jump to navigation
Jump to search
૪૫
જાઉં કે નહીં?
જાઉં કે નહીં?
ઇશારો કરે ને હું લલચાઉં કે નહીં?
મને કોઈ બોલાવે તો જાઉં કે નહીં?
છુપાઈ ગયો હોઉં કમરામાં ખુદના,
એ કમરામાં આવે તો પકડાઉં કે નહીં?
તમે ચાલતાં હો છો નીચી નજરથી,
કરું એમ હું પણ તો અથડાઉં કે નહીં?
રહું કેમ એવો ને એવો હંમેશાં
સમય સાથ થોડોક બદલાઉં કે નહીં?
એ શ્રોતામાં આવીને બેસી ગયા છે,
એ બેઠાં છે તો હું ઊભો થાઉં કે નહીં?