ભરત વિંઝુડાની ગઝલસંપદા/મંજીરા
૬૬
મંજીરા
મંજીરા
જાઝ સાથે પખાજ, મંજીરા,
એટલે કે સમાજ મંજીરા.
દેશ ચાલે છે આપમેળે પણ,
આપણી દેશદાઝ મંજીરા.
ધ્યાન મારું રહે કવિતામાં,
ને બીજાં કામકાજ મંજીરા.
કારભારીનો સૂર રાજામાં,
ને વગાડે છે રાજ મંજીરા.
અન્ય વાદ્યો બજે છે ભીતરમાં,
થઈ ગઈ છે નમાજ મંજીરા.
આપણી રીતે આપણે રહેવું,
છો વગાડે રિવાજ મંજીરા.
(તમારા માટે)