ભરત વિંઝુડાની ગઝલસંપદા/વરદાન દે
Jump to navigation
Jump to search
૩૮
વરદાન દે
વરદાન દે
એક સિગરેટ દે, સાથમાં પાન દે,
એ ન લેવાય એવું પછી જ્ઞાન દે!
મારી આંખો તરફ તું જરા ધ્યાન દે,
મૌન થઈ જાઉં છું એ તરફ કાન દે!
વનમાં જઈને વસ્યાં છે પશુ, પંખીઓ,
એ ઇલાકામાં કોઈ ન ઈન્સાન દે!
મારી પાસેથી નારાજ થઈને ગયાં,
તારી ભીતર છે ભગવાન, ભગવાન દે!
શું હું માગીશ એ કાંઈ નક્કી નથી,
તું પહેલા મને એક વરદાન દે!
(તો અને તો જ)