ભારેલો અગ્નિ/સર્જક-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સર્જક-પરિચય

ગાંધીજીના સમકાલીન અને ગાંધી-વિચાર-પ્રવૃત્તિને પોતાની નવલકથાઓમાં આલેખનાર રમણલાલ વસંતલાલ દેસાઈ (૧૮૯૨-૧૯૫૪)ને તે સમયે એક વરિષ્ઠ વિવેચકે ‘યુગમૂર્તિ વાર્તાકાર’ ગણાવેલા. ૪ ભાગમાં લખાયેલી એમની બૃહદ્ નવલકથા ‘ગ્રામલક્ષ્મી’ એનું મહત્ત્વનું ઉદાહરણ છે.

ર. વ. દેસાઈએ ઘણી સામાજિક અને ઐતિહાસિક નવલકથાઓ લખી: ‘દિવ્યચક્ષુ’, ‘પહાડનાં પુષ્પો’ વગેરે. એમાંનું કથા-આલેખન તાદૃશ અને રસપ્રદ છે. રાષ્ટ્રીય ભાવનાવાદ અને એની સાથે જ આદર્શવાદી મધુર પ્રેમસંબંધોના રુચિર નિરૂપણને લીધે રમણલાલ તે સમયના યુવા વર્ગમાં પણ લોકપ્રિય થયેલા.

આ ઉપરાંત એમણે વાર્તાઓ, કાવ્યો અને નાટકો લખ્યાં; આત્મકથા અને પ્રવાસકથાઓ લખી; ચિંતનાત્મક-વિવેચનાત્મક પુસ્તકો લખ્યાં અને ખૂબ અભ્યાસપૂર્વક ગણિકાઓના જીવનનો સમાજશાસ્ત્રીય આલેખ ‘અપ્સરા’ નામના પાંચ ગ્રંથોમાં આપ્યો.

વ્યવસાયે વરિષ્ઠ સરકારી અધિકારી રહેલા આ લેખકની રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા ઘણી ઊંચી હતી.