મંગલમ્/અમે પ્રેમનગરનાં વાસી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ઊર્મિ ગીતો
અમે પ્રેમનગરનાં વાસી



અમે પ્રેમનગરનાં વાસી

અમે પ્રેમનગરનાં વાસી (૨)
અમે અમૃતનાં પિયાસી. — અમે૦

પ્રેમનગરનું મંદિર મોટું, આંગણ સદા ઉઘાડાં,
દશે દિશાએ દ્વાર પડે, એના ક્યાંયે નથી સીમાડા,
અડસઠ તીરથ અહીં સમાયાં (૨)
અહીં દ્વારિકા કાશી. — અમે૦

રામકૃષ્ણ ને બુદ્ધ, મહાવીર, ઈશુ ખ્રિસ્ત અહીં આવ્યા,
નરસિંહ, મીરાં, કબીર, તુલસી, નાનક નામ ગવાયાં,
ગાંધીનાં પાવન પગલાંથી (૨)
ભૂમિ બની સુવાસી. — અમે૦

મંદ મંદ આનંદ ભરીને વહેતી જીવન સરિતા,
છંદ છંદમાં જનમ જનમ ને શાંતિની કવિતા
ખંડ ખંડમાં અખંડ જ્યોતિ (૨)
રહેતી સદા પ્રકાશી. — અમે૦

— અજ્ઞાત