મંગલમ્/ઊડે પતંગ
ઊડે પતંગ
ઊડે પતંગ રંગદાર આભમાં,
ઊડે પતંગ રંગદાર;
ગગનમાં ઊડે પતંગ રંગદાર.
લાલિયો ને ધોળિયો, પીળિયો ને ભૂરિયો,
લોટતો ને દોર લેતો જાય…ગગનમાં૦
ચાંદા ને ચોકડીનો જામ્યો છે પેચ અલ્યા,
ચાંદો ગયો ભરદોર…ગગનમાં૦
જોને મગનભાઈ, જોને છગનભાઈ,
હાથમાંથી ચાલ્યો ન જાય…ગગનમાં૦
દોરીને ઝૂલ પડી…લૂંટજો, અલ્યા લૂંટજો…(૨)
જો જો ન આંગળાં કપાય…ગગનમાં૦