મંગલમ્/કોણે?…
Jump to navigation
Jump to search
કોણે?…
મારા આંગણાં (૨) ખીલતાં ફૂલ
કે ભાઈને પૂછે બહેન,
કે બહેનને પૂછે ભાઈ,
કે રંગ આ કોણે પૂર્યા? મારા…
કેસરિયા રંગના ઝૂમે છે છોડવા
વહાલાં વહાલાં ફૂલડાં ગમે ના તોડવાં
એ તો આંગણામાં (૨) ઓપતાં અમૂલ.
કે રંગ આ કોણે પૂર્યા? મારા…
કુદરતના વનમાં નિત નવાં ખીલતાં
બાગમાં શોભતાં બગીચામાં ડોલતાં
એ તો મઘમઘતાં (૨) ડોલતાં ફૂલ
કે રંગ આ કોણે પૂર્યા? મારા…
દેવના મંદિરિયે બહેનીની વેણીએ
શાળાના ચોકમાં વાડીના ખેતરે
એ તો ફોરતાં’તાં (૨) આંગણામાં ફૂલ
કે રંગ આ કોણે પૂર્યા? મારા…