મંગલમ્/ચાંદલા
ચાંદલા
ધીમે ધીમે તું નીચે આવ…ઓ ચાંદલા
તારી તે હોડલી તું લાવ…ઓ ચાંદલા૦
રોજ રોજ રાત પડે જોતી તુજ વાટડી
આભલાની સામે જોઈ થાકી મુજ આંખડી
પરીઓની વાત કાંઈ સુણાવ…ઓ ચાંદલા૦
તારી સાથે ખેલવાને મુજને કાંઈ કોડ છે
આવીને દેખ જરા કેવી અમ જોડ છે
નાનેરી બહેનને રિઝાવ…ઓ ચાંદલા૦
આભલાના બાગમાંથી થોડા તુજ તારલા
લાવજે ઓ વિરલા વેણીમાં ગૂંથવા
મારું આ આંગણું શોભાવ…ઓ ચાંદલા૦