મંગલમ્/પલપલ જાગે…
પલપલ જાગે…
પલપલ જાગે અંતર મારાં,
અણદીઠ અબોલના ભણકારા.
જાગે જ્યોતિ અનંત; રેલે રોશની દિગંત,
પ્રગટે અંગ અંગ નવધારા… અણદીઠ…
મારે અંતરને આવાસ; ફોરે સ્નેહ ને સુવાસ,
નિત વહેશે અખંડ અમીધારા…અણદીઠ…
ગયો ઘોર અંધકાર; છાયો તેજનો અંબાર,
રોમે રોમે ચેતન ચમકારા… અણદીઠ…
— અનંત